આજ અન્નકૂટ ઉત્સવ છે, ભક્ત આવ્યા અપાર;..૦૧
શ્રીહરિને જમાડવાનો, સહુને અતિશય પ્યાર..૦૧
પ્રેમી સંતો-ભક્તોએ, વાનગી કરી અપાર;..૦૨
અન્નકૂટ ભર્યો અતિ મોટો, જુગતે જમો કિરતાર..૦૨
અન્નકૂટ ધર્યો આપને, કરી શોભા બહુ પ્રકાર;..૦૩
અન્નકૂટ થાળ રચીને, ગાવું કરી અતિ પ્યાર..૦૩
રચનામાં મેં વસ્તુક્રમ, ગોઠવ્યો મુજ રીત;..૦૪
જમ્યાની રીતે જમજો, જેમ તમને થાય પ્રીત..૦૪
સહુ આઇટમ શુદ્ધપણે, કરી-કરાવી સાર;..૦૫
ભક્તો લાવ્યા ભાવથી, આરોગો અમ પ્યાર..૦૫
ધર્મવિરુદ્ધ શુદ્ધિ હીણ, અખાદ્ય વસ્તુ અસાર;..૦૬
બાજારું ખાણી પીણી, નથી લાવ્યા લગાર..૦૬
વાની અગ્યારસો અગ્યાર, અન્નકૂટ આરોગો;
ધરી અન્નકૂટમાં આ વાર, અન્નકૂટ આરોગો.
છે આ થાળ અમારો પ્યાર, અન્ન૦૦૦૦
ભાવે જમજો તમે ભરથાર, અન્ન૦૦૦૭
ચુરમાદિ૧ વિધવિધ લાડુ, અન્ન૦૦૦૦
મારે હાથે તમને જમાડું, અન્ન૦૦૦૦
લાડુ પાકના૨ લાખણસાઈ૩, અન્ન૦૦૦૦
લાડુ પનીરના૪ સુખદાઈ, અન્ન૦૦૦૮
લાડુ પંચુરીના૫ છે સારા, અન્ન૦૦૦૦
લાડુ પોંકના૬ જમો પ્યારા, અન્ન૦૦૦૦
લાડુ મગસ૭ લાડુ મોતૈયા૮, અન્ન૦૦૦૦
લાડુ મોતીચુર૯ સુખદૈયા, અન્ન૦૦૦૯
લાડુ ચોખાના૧૦ રાગીના૧૧, અન્ન૦૦૦૦
મોદક૧૨ ને લાડુ બાજરીના૧૩, અન્ન૦૦૦૦
લાડુ શીંગના૧૪ ને દાળિયાના૧૫, અન્ન૦૦૦૦
લાડુ સારા બન્યા મમરાના૧૬, અન્ન૦૦૧૦
ચોકલેટબોલ૧૭ લાડુ સાથવાના૧૮ અન્ન૦૦૦૦
લાડુ મગદાળના૧૯ ને રવાના૨૦, અન્ન૦૦૦૦
જાદરિયું૨૧ ટોપરાપાક૨૨, અન્ન૦૦૦૦
પેંડા દાળિયાના૨૩ ગુંદરપાક૨૪, અન્ન૦૦૧૧
ગુલાબપાક૨૫ મોહનથાળ૨૬, અન્ન૦૦૦૦
બરફીચૂરમું૨૭ છે રસાળ, અન્ન૦૦૦૦
મગદળ૨૮ ને સાલમપાક૨૯, અન્ન૦૦૦૦
જમો મેસૂબ૩૦ મેથીપાક૩૧, અન્ન૦૦૧૨
જમો સાકર કેરી સુખડી૩૨, અન્ન૦૦૦૦
સાદી સુખડી૩૩ સોનપાપડી૩૪, અન્ન૦૦૦૦
આદુપાક૩૫ ને અમૃતપાક૩૬, અન્ન૦૦૦૦
એ આદિક જમજો પાક, અન્ન૦૦૧૩
હરીસો૩૭ સેવઈ૩૮ ને ઠોર૩૯, અન્ન૦૦૦૦
પેઠા૪૦ બિરંજ૪૧ છે ચિત્તચોર, અન્ન૦૦૦૦
ઘેબર૪૨ અડદિયો૪૩ ને ઘારી૪૪, અન્ન૦૦૦૦
જમો ઘસિયો૪૫ કુલેર૪૬ પ્યારી, અન્ન૦૦૧૪
ગગનગાંઠિયા૪૭ ફાડાલાપસી૪૮, અન્ન૦૦૦૦
પ્યારા છે ઘૂઘરા૪૯ લાપસી૫૦, અન્ન૦૦૦૦
સેવ બિરંજ૫૧ બોમ્બે હલવો૫૨, અન્ન૦૦૦૦
વળી બોમ્બે આઇસ હલવો૫૩, અન્ન૦૦૧૫
ઘઉં૫૪ તથા રવાના૫૫ શીરા, અન્ન૦૦૦૦
વળી મગ૫૬ આદિકના શીરા, અન્ન૦૦૦૦
સૂતરફેણી૫૭ સાટા૫૮ સારા, અન્ન૦૦૦૦
હલવાસન૫૯ કંસાર૬૦ પ્યારા, અન્ન૦૦૧૬
ખાજા૬૧ બુંદી૬૨ કાલાજામ૬૩, અન્ન૦૦૦૦
જમો ગુલાબજાંબુ૬૪ શ્યામ, અન્ન૦૦૦૦
દૂધપાક૬૫ ને માલપૂડા૬૬, અન્ન૦૦૦૦
જલેબી૬૭ રસગુલ્લા૬૮ રૂડા, અન્ન૦૦૧૭
ઇમરતી૬૯ ને કમલભોગ૭૦, અન્ન૦૦૦૦
ચોકલેટ પેંડા૭૧ કરો ભોગ, અન્ન૦૦૦૦
બાલુશાહી૭૨ ચોકો ફીરની૭૩, અન્ન૦૦૦૦
જમો કેસર-પિસ્તા ફીરની૭૪, અન્ન૦૦૧૮
દૂધપાક બુંદીનો૭૫ જમો, અન્ન૦૦૦૦
દૂધપૌંઆ૭૬ ને ખીર૭૭ જમો, અન્ન૦૦૦૦
ચણાદાળની પૂરણપોળી૭૮, અન્ન૦૦૦૦
ખજૂરની૭૯ ઘીમાં ઝબોળી, અન્ન૦૦૧૯
તુવેરદાળની છે પોળી૮૦, અન્ન૦૦૦૦
સંજોરી૮૧ અંજીરાદિ૮૨ પોળી, અન્ન૦૦૦૦
ચીકી દાળિયાની૮૩ છે પ્યારી, અન્ન૦૦૦૦
બરફી ચોકલેટની૮૪ છે ન્યારી, અન્ન૦૦૨૦
જમો વાનગી આ ફરાળી, અન્ન૦૦૦૦
અખરોટ બરફી૮૫ વનમાળી, અન્ન૦૦૦૦
જમો બરફી પાઇનેપલની૮૬, અન્ન૦૦૦૦
બરફી કેસર-પિસ્તાદિકની૮૭, અન્ન૦૦૨૧
ગુલાબ બરફી૮૮ બરફી ત્રિરંગી૮૯, અન્ન૦૦૦૦
બરફી મેંગો૯૦ છે સુરંગી, અન્ન૦૦૦૦
ડ્રાયફ્રૂટની બરફી૯૧ અચ્છી, અન્ન૦૦૦૦
ગુલકંદ બરફી૯૨ પેંડા કચ્છી૯૩, અન્ન૦૦૨૨
પેંડા મલાઈ૯૪ પેંડા કેસરના૯૫ અન્ન૦૦૦૦
મેંગો પેંડા૯૬ પેંડા ખજૂરના૯૭, અન્ન૦૦૦૦
મઠો પાઇનેપલનો૯૮ સારો, અન્ન૦૦૦૦
મઠો ડ્રાયફ્રૂટનો૯૯ છે ન્યારો, અન્ન૦૦૨૩
મઠો કેરીનો૧૦૦ શૈડકી૧૦૧ શ્યામ, અન્ન૦૦૦૦
મઠો અમેરિકન૧૦૨ સુખધામ, અન્ન૦૦૦૦
સાદો શિખંડ૧૦૩ ફ્રૂટ શિખંડ૧૦૪, અન્ન૦૦૦૦
છે રાજભોગનો શિખંડ૧૦૫, અન્ન૦૦૨૪
બટરસ્કોચનો આ શિખંડ૧૦૬, અન્ન૦૦૦૦
ડ્રાયફ્રૂટનો ઠંડો શિખંડ૧૦૭, અન્ન૦૦૦૦
જમો અમેરિકન શિખંડ૧૦૮, અન્ન૦૦૦૦
પ્યારો ઇલાયચી શિખંડ૧૦૯, અન્ન૦૦૨૫
કેસર શિખંડ૧૧૦ છે આ પ્યારો, અન્ન૦૦૦૦
દૂધપાક દૂધીનો૧૧૧ ન્યારો, અન્ન૦૦૦૦
છે શક્કરિયાની બાસુંદી૧૧૨, અન્ન૦૦૦૦
વળી અંજીરની બાસુંદી૧૧૩, અન્ન૦૦૨૬
સાદી બાસુંદી૧૧૪ છે સારી, અન્ન૦૦૦૦
અંગૂરની બાસુંદી૧૧૫ ન્યારી, અન્ન૦૦૦૦
બાસુંદી પાઇનેપલની૧૧૬, અન્ન૦૦૦૦
ઠંડી બાસુંદી ખજૂરની૧૧૭, અન્ન૦૦૨૭
ફ્રૂટસલાડ૧૧૮ લચ્છા રબડી૧૧૯, અન્ન૦૦૦૦
જમો બહુ સીતાફળ રબડી૧૨૦, અન્ન૦૦૦૦
છે રબડી આ ગાજરની૧૨૧, અન્ન૦૦૦૦
સારી રબડી છે અંગૂરની૧૨૨, અન્ન૦૦૨૮
રબડી પાઇનેપલની૧૨૩ સારી, અન્ન૦૦૦૦
કેરીની રબડી૧૨૪ ન્યારી, અન્ન૦૦૦૦
અંજીરબહાર૧૨૫ રસમલાઈ૧૨૬, અન્ન૦૦૦૦
જમો સંદેશ૧૨૭ હે હરિરાય, અન્ન૦૦૨૯
જમો થાબડી૧૨૮ બની છે સારી, અન્ન૦૦૦૦
પાઇનાક્રૂઝ૧૨૯ ચમચમ૧૩૦ ન્યારી, અન્ન૦૦૦૦
જમો કેરીરસ૧૩૧ મુજ ધામ, અન્ન૦૦૦૦
કરો રાજી સહુને શ્યામ, અન્ન૦૦૩૦
કાજુરોલ૧૩૨ પિસ્તારોલ૧૩૩, અન્ન૦૦૦૦
કાજુ-અંજીરના છે રોલ૧૩૪, અન્ન૦૦૦૦
કાજુપાન૧૩૫ કાજુકતરી૧૩૬, અન્ન૦૦૦૦
જમો બદામકતરી૧૩૭ હરિ, અન્ન૦૦૩૧
મેસૂબ કાજુનો૧૩૮ છે સારો, અન્ન૦૦૦૦
છે બદામનો૧૩૯ પણ પ્યારો, અન્ન૦૦૦૦
જમો શીંગનો મેસૂબ૧૪૦ શ્યામ, અન્ન૦૦૦૦
એ આદિ મેસૂબ તમામ, અન્ન૦૦૩૨
સુખડી રાજગરાની૧૪૧ સારી, અન્ન૦૦૦૦
તમે ભાવે જમો અવતારી, અન્ન૦૦૦૦
અખરોટપ્લાઝા૧૪૨ શીંગપાક૧૪૩, અન્ન૦૦૦૦
ખજૂરપાક૧૪૪ અંજીરપાક૧૪૫, અન્ન૦૦૩૩
દૂધીનો હલવો૧૪૬ સારો, અન્ન૦૦૦૦
ગાજરનો હલવો૧૪૭ પ્યારો, અન્ન૦૦૦૦
ચીકુનો હલવો૧૪૮ ન્યારો, અન્ન૦૦૦૦
છે બીટનો હલવો૧૪૯ સારો, અન્ન૦૦૩૪
લીલા નાળિયેરનો હલવો૧૫૦, અન્ન૦૦૦૦
એપલ હલવો૧૫૧ અખરોટ હલવો૧૫૨, અન્ન૦૦૦૦
જમો કચરિયું૧૫૩ આ સારું, અન્ન૦૦૦૦
દિલે જમતી મૂર્તિ ધારું, અન્ન૦૦૩૫
સાબુદાણાની ખીર૧૫૪ પ્યારી, અન્ન૦૦૦૦
ખીર મોરૈયાની૧૫૫ સારી, અન્ન૦૦૦૦
ખીરું૧૫૬ ખીરાના પેંડા૧૫૭ બળી૧૫૮, અન્ન૦૦૦૦
જમો મોગોના લાડુ૧૫૯ વળી, અન્ન૦૦૩૬
જમો કાજુ-બદામના લાડુ૧૬૦, અન્ન૦૦૦૦
જમો મોરૈયાના લાડુ૧૬૧, અન્ન૦૦૦૦
રાજગરા ધાણીના લાડુ૧૬૨, અન્ન૦૦૦૦
બીટ લાડુ૧૬૩ ડ્રાયફ્રૂટ લાડુ૧૬૪, અન્ન૦૦૩૭
તલલાડુ૧૬૫ ટોપરાલાડુ૧૬૬, અન્ન૦૦૦૦
શીરો મોરૈયાનો૧૬૭ જમાડું, અન્ન૦૦૦૦
શિંગોડાનો૧૬૮ રાજગરાનો૧૬૯ , અન્ન૦૦૦૦
શીરો રતાળુનો૧૭૦ બટેકાનો૧૭૧, અન્ન૦૦૩૮
શીરો શક્કરિયાનો૧૭૨ જમાડું, અન્ન૦૦૦૦
વાલા તમને આનંદ પમાડું, અન્ન૦૦૦૦
મોરૈયાના રોટલા૧૭૩ પ્યારા, અન્ન૦૦૦૦
મોરૈયાના ખમણ૧૭૪ સારા, અન્ન૦૦૩૯
નાનખટાઈ મોરૈયાની૧૭૫, અન્ન૦૦૦૦
જમો ખીચડી મોરૈયાની ૧૭૬, અન્ન૦૦૦૦
મોરૈયા-રાજગરાના બિસ્કીટ૧૭૭, અન્ન૦૦૦૦
સાબુદાણાની ખીચડી૧૭૮ ઇષ્ટ, અન્ન૦૦૪૦
તલપાક૧૭૯ ને દૂધની તર૧૮૦, અન્ન૦૦૦૦
કોટન કેન્ડી૧૮૧ પંજરી૧૮૨ વર, અન્ન૦૦૦૦
ઢોંસા ફરાળી૧૮૩ ફરાળી સાંભાર૧૮૪, અન્ન૦૦૦૦
સાબુદાણાનાં વડાં૧૮૫ સાર, અન્ન૦૦૪૧
જમો ફરાળી ભેળ૧૮૬ હે હરિ, અન્ન૦૦૦૦
જમો વહાલા માખણ મિસરી૧૮૭, અન્ન૦૦૦૦
ઘી ગોળ૧૮૮ ને છે ઘી કેળાં૧૮૯, અન્ન૦૦૦૦
અતિ ભાવે કર્યા છે ભેળાં, અન્ન૦૦૪૨
રાજગરાની૧૯૦ કાજુની ચીકી૧૯૧, અન્ન૦૦૦૦
ટોપરાચીકી૧૯૨ બદામની ચીકી૧૯૩, અન્ન૦૦૦૦
ચીકી તલની૧૯૪ ને પિસ્તાની૧૯૫, અન્ન૦૦૦૦
શીંગચીકી૧૯૬ ચીકી માવાની૧૯૭, અન્ન૦૦૪૩
વ્હાલા વિવિધ ડ્રાયફ્રૂટ કેરી૧૯૮, અન્ન૦૦૦૦
ચીકી જમજો પ્રેમે ઘણેરી, અન્ન૦૦૦૦
જમો નાથ ખસતા કચોરી૧૯૯, અન્ન૦૦૦૦
છે સ્પાઇસી મસાલા કચોરી૨૦૦, અન્ન૦૦૪૪
પનીરની૨૦૧ ને વટાણાની૨૦૨, અન્ન૦૦૦૦
વળી કચોરી છે લીલવાની૨૦૩, અન્ન૦૦૦૦
જમો વાલા રાજકચોરી૨૦૪, અન્ન૦૦૦૦
જમો જીવન આલુ કચોરી૨૦૫, અન્ન૦૦૪૫
જમો કટલેસ૨૦૬ ને સમોસા૨૦૭, અન્ન૦૦૦૦
વળી પંજાબી સમોસા૨૦૮, અન્ન૦૦૦૦
પાંઉ સમોસા૨૦૯ પટ્ટી સમોસા૨૧૦, અન્ન૦૦૦૦
ચાઇનીઝ૨૧૧ ને પોટલી સમોસા૨૧૨, અન્ન૦૦૪૬
ઢેબરાં કોથમીર૨૧૩ ને મેથીનાં૨૧૪, અન્ન૦૦૦૦
જમો બાજરી૨૧૫ ને દૂધીનાં૨૧૬, અન્ન૦૦૦૦
બીટ ઢેબરાં૨૧૭ પાલખ ઢેબરાં૨૧૮, અન્ન૦૦૦૦
જમો વાલમ હે સુખકરા, અન્ન૦૦૪૭
જમો મકાઈનાં ઢોકળાં૨૧૯, અન્ન૦૦૦૦
વળી છે ત્રિરંગી ઢોકળાં૨૨૦, અન્ન૦૦૦૦
છે ખાટિયાં ઢોકળાં૨૨૧ પ્યારાં, અન્ન૦૦૦૦
મગદાળનાં૨૨૨ રવાના૨૨૩ ન્યારાં, અન્ન૦૦૪૮
મૂઠિયાં પાલખનાં૨૨૪ દૂધીનાં૨૨૫, અન્ન૦૦૦૦
જમો મૂઠિયાં આ મેથીનાં૨૨૬, અન્ન૦૦૦૦
ઈદડાં૨૨૭ ખાંડવી૨૨૮ ને ખમણ૨૨૯, અન્ન૦૦૦૦
વાટીદાળના છે ખમણ૨૩૦, અન્ન૦૦૪૯
પાતરા૨૩૧ પેટીસ૨૩૨ દાળઢોકળી૨૩૩, અન્ન૦૦૦૦
અપ્પમ૨૩૪ ને ખીચડો૨૩૫ વળી, અન્ન૦૦૦૦
દાલવડાં૨૩૬ બટેકાવડાં૨૩૭, અન્ન૦૦૦૦
રતાળુ૨૩૮ ને દેસાઈવડાં૨૩૯, અન્ન૦૦૫૦
કાજુવડાં૨૪૦ ડાકોરનાં ગોટાં૨૪૧, અન્ન૦૦૦૦
આખા મરચાંનાં ભજિયાં૨૪૨ મોટાં, અન્ન૦૦૦૦
વેજિટેબલનાં છે ભજિયાં૨૪૩, અન્ન૦૦૦૦
મેથીનાં૨૪૪ તથા કુંભણિયાં૨૪૫, અન્ન૦૦૫૧
કેળાં ભજિયાં૨૪૬ માખણ ભજિયાં૨૪૭, અન્ન૦૦૦૦
જમો આખા ટમેટાનાં ભજિયાં૨૪૮, અન્ન૦૦૦૦
બ્રેડ ભજિયાં૨૪૯ પાલખ ભજિયાં૨૫૦, અન્ન૦૦૦૦
ગલકાં૨૫૧ ને મકાઈ ભજિયાં૨૫૨, અન્ન૦૦૫૨
જમો ભજિયાં આ અજમાનાં૨૫૩, અન્ન૦૦૦૦
વળી ભજિયાં છે રીંગણાનાં૨૫૪, અન્ન૦૦૦૦
પોઈપાનનાં છે ભજિયાં૨૫૫, અન્ન૦૦૦૦
પટ્ટીભજિયાં૨૫૬ અળવીનાં ભજિયાં૨૫૭, અન્ન૦૦૫૩
મારવાડી મરચાં૨૫૮ સારાં, અન્ન૦૦૦૦
જમો બટેકાપૂરી૨૫૯ પ્યારા, અન્ન૦૦૦૦
જમો હાંડવો૨૬૦ વેજિટેબલ, અન્ન૦૦૦૦
વળી ડંગેલા૨૬૧ ઘૂઘરા૨૬૨ અવલ, અન્ન૦૦૫૪
પાંઉ ગાંઠિયા૨૬૩ ભાજીકોન૨૬૪, અન્ન૦૦૦૦
મકાઈ ભેળ૨૬૫ ચટપટા કોન૨૬૬, અન્ન૦૦૦૦
પાપડરોલ૨૬૭ પુના મિસળ૨૬૮, અન્ન૦૦૦૦
પનિયારમ૨૬૯ છે નિરમળ, અન્ન૦૦૫૫
ગળવાણું૨૭૦ ને દિલખુશ૨૭૧, અન્ન૦૦૦૦
જમો દિલ થઈ જાશે ખુશ, અન્ન૦૦૦૦
સેવખમણી૨૭૨ બટેકાપૌંઆ૨૭૩, અન્ન૦૦૦૦
આવ્યાં નરનારી સૌ જોવાં, અન્ન૦૦૫૬
ચેવડો શીંગ અને પૌંઆનો૨૭૪, અન્ન૦૦૦૦
ચેવડો પૌંઆ ને મમરાનો૨૭૫, અન્ન૦૦૦૦
વળી ચેવડો વટાણાનો૨૭૬, અન્ન૦૦૦૦
જમો ચેવડો બટેકાનો૨૭૭, અન્ન૦૦૫૭
ચેવડો મકાઈનો સારો૨૭૮, અન્ન૦૦૦૦
ઘઉં પૌંઆનો૨૭૯ છે ન્યારો, અન્ન૦૦૦૦
વાલા જમજો લીલો ચેવડો૨૮૦, અન્ન૦૦૦૦
પાપડ-પૌંઆનો ચેવડો૨૮૧, અન્ન૦૦૫૮
આખા ઘઉંનો છે ચેવડો૨૮૨, અન્ન૦૦૦૦
વહાલા જમો નાયલોન ચેવડો૨૮૩, અન્ન૦૦૦૦
જમો વિધવિધ આ ચવાણાં, અન્ન૦૦૦૦
અમે ગાઈએ તમારાં ગાણાં, અન્ન૦૦૫૯
પ્યારું નડિયાદી ચવાણું૨૮૪, અન્ન૦૦૦૦
સુરતી ભૂસું૨૮૫ ને ચવાણું૨૮૬, અન્ન૦૦૦૦
મકાઈના પૌંઆ૨૮૭ સારા, અન્ન૦૦૦૦
મોળા ગાંઠિયા૨૮૮ જમો પ્યારા, અન્ન૦૦૬૦
જમો ભાવનગરી આ ગાંઠિયા૨૮૯, અન્ન૦૦૦૦
વળી જમજો તીખા ગાંઠિયા૨૯૦, અન્ન૦૦૦૦
વાલા જમો વણેલા ગાંઠિયા૨૯૧, અન્ન૦૦૦૦
વળી છે ચંપાકલી ગાંઠિયા૨૯૨, અન્ન૦૦૬૧
ચંદનકચોરી૨૯૩ ચીઝ ખાખરા૨૯૪, અન્ન૦૦૦૦
વળી છે તળેલા ખાખરા૨૯૫, અન્ન૦૦૦૦
છે આ સાદા ખાખરા સારા૨૯૬, અન્ન૦૦૦૦
છે મેથીના૨૯૭ પણ ન્યારા, અન્ન૦૦૬૨
છે મસાલા ખાખરા૨૯૮ પ્યારા, અન્ન૦૦૦૦
તમે જમોને ભક્તિદુલારા, અન્ન૦૦૦૦
જમો પ્યારી ટોમેટો વેફર૨૯૯, અન્ન૦૦૦૦
સૂરણની૩૦૦ બટેકાની વેફર૩૦૧, અન્ન૦૦૬૩
કેળાની છે ક્રિસ્પી વેફર૩૦૨, અન્ન૦૦૦૦
તમે જમોને રતાળુ વેફર૩૦૩, અન્ન૦૦૦૦
સેવ આલુ૩૦૪ ને બિકાનેરી૩૦૫, અન્ન૦૦૦૦
સેવ ટોમેટો૩૦૬ અનેરી, અન્ન૦૦૬૪
સેવ સાદી૩૦૭ સેવ રતલામી૩૦૮, અન્ન૦૦૦૦
સેવ પાલખની૩૦૯ જમો સ્વામી, અન્ન૦૦૦૦
મગદાળ૩૧૦ ચણાદાળ૩૧૧, અન્ન૦૦૦૦
જમો વટાણા૩૧૨ છે દયાળ, અન્ન૦૦૬૫
દાલમૂઠ૩૧૩ ચોળાફળી૩૧૪, અન્ન૦૦૦૦
દહીંથરા૩૧૫ સુંવાળી૩૧૬ વળી, અન્ન૦૦૦૦
ચકરી૩૧૭ ટમટમ૩૧૮ ભાખરવડી૩૧૯, અન્ન૦૦૦૦
ફાફડા૩૨૦ ફાફડી૩૨૧ ફૂલવડી૩૨૨, અન્ન૦૦૬૬
અડદ મઠનાં૩૨3 છે મઠિયાં, અન્ન૦૦૦૦
ફરસીપૂરી૩૨4 ને શીંગભજિયાં૩૨૫, અન્ન૦૦૦૦
તીખા૩૨૬ ગળ્યા૩૨૭ સક્કરપારા, અન્ન૦૦૦૦
તીખી બુંદી૩૨૮ ખાજલી૩૨૯ પ્યારા, અન્ન૦૦૬૭
ચનાજોરગરમ૩૩૦ હરિવરા, અન્ન૦૦૦૦
જમો સોયાસ્ટિક૩૩૧ સેવમમરા૩૩૨, અન્ન૦૦૦૦
જમો પ્રેટ્ઝેલ બાઇટ્સ૩૩૩ ન્યારા, અન્ન૦૦૦૦
ખૂબ જમજો મારા પ્યારા, અન્ન૦૦૬૮
રાજગરા૩૩૪ મકાઈની૩૩૫ ધાણી, અન્ન૦૦૦૦
વળી જમો જુવારની ધાણી૩૩૬, અન્ન૦૦૦૦
જમો રોટલીઓ સુખકારી, અન્ન૦૦૦૦
વિધવિધ બનાવી છે સારી, અન્ન૦૦૬૯
સાદી રોટલી૩૩૭ ફૂલકા૩૩૮ સારા, અન્ન૦૦૦૦
જમો બે પડવાળી૩૩૯ પ્યારા, અન્ન૦૦૦૦
સાતપડી રોટલી૩૪૦ મસાલા૩૪૧, અન્ન૦૦૦૦
જમો બાજરાની૩૪૨ પણ વ્હાલા, અન્ન૦૦૭૦
રોટલી રૂમાલી૩૪૩ જુવારની૩૪૪, અન્ન૦૦૦૦
રોટલી કુલચા૩૪૫ તંદુરની૩૪૬, અન્ન૦૦૦૦
મીસી રોટલી૩૪૭ ખુરમો૩૪૮ નાથ, અન્ન૦૦૦૦
કરી જવની૩૪૯ રોટલી મેં હાથ, અન્ન૦૦૭૧
જમો રોટલીનાં પપૂડાં૩૫૦, અન્ન૦૦૦૦
ઘી સાકર નાખેલાં રૂડાં, અન્ન૦૦૦૦
મેથી૩૫૧ બંટી૩૫૨ બાજરા૩૫૩ રોટલા, અન્ન૦૦૦૦
જુવારના૩૫૪ મકાઈના૩૫૫ રોટલા, અન્ન૦૦૭૨
સાદી ભાખરી૩૫૬ ભાખરી મસાલા૩૫૭, અન્ન૦૦૦૦
બહુ ઘી મોણવાળી વાલા, અન્ન૦૦૦૦
મેથી ભાખરી૩૫૮ બદામ ભાખરી૩૫૯, અન્ન૦૦૦૦
ખાંતે જમજો મારા હરિ, અન્ન૦૦૭૩
સાદી પૂરી૩૬૦ ગળી પૂરી૩૬૧, અન્ન૦૦૦૦
વળી ભટુરા૩૬૨ આલુ પૂરી૩૬૩, અન્ન૦૦૦૦
પૂરી પાલખની૩૬૪ ને રવાની૩૬૫, અન્ન૦૦૦૦
પૂરી મસાલાવાળી૩૬૬ નાની, અન્ન૦૦૭૪
રાજગરા-મોરૈયાની પૂરી૩૬૭, અન્ન૦૦૦૦
જમો મકાઈ પૂડલાં૩૬૮ મુરારી, અન્ન૦૦૦૦
ગળ્યાં પૂડલાં૩૬૯ તીખાં પૂડલાં૩૭૦, અન્ન૦૦૦૦
મગ પૂડલાં૩૭૧ ટોમેટો પૂડલાં૩૭૨, અન્ન૦૦૭૫
થેપલાં દૂધીનાં૩૭૩ મેથીનાં૩૭૪, અન્ન૦૦૦૦
સાદાં થેપલાં૩૭૫ ઘીથી ભીનાં, અન્ન૦૦૦૦
પ્યારા લાવી ગરમ પરોઠાં, અન્ન૦૦૦૦
મિક્સ વેજિટેબલ પરોઠાં૩૭૬, અન્ન૦૦૭૬
સાદાં પરોઠાં૩૭૭ ચીઝ પરોઠાં૩૭૮, અન્ન૦૦૦૦
કોબી પરોઠાં૩૭૯ આલુ પરોઠાં૩૮૦, અન્ન૦૦૦૦
બટર પરોઠાં૩૮૧ મટર પરોઠાં૩૮૨, અન્ન૦૦૦૦
મેથી પરોઠાં૩૮૩ પનીર પરોઠાં૩૮૪, અન્ન૦૦૭૭
મૂળા૩૮૫ ને ટોમેટો પરોઠાં૩૮૬, અન્ન૦૦૦૦
લચ્છા પરોઠાં૩૮૭ પાલખ પરોઠાં૩૮૮, અન્ન૦૦૦૦
ચીઝ નાન૩૮૯ ને બટર નાન૩૯૦, અન્ન૦૦૦૦
લચ્છા નાન૩૯૧ ને સાદી નાન૩૯૨, અન્ન૦૦૭૮
જમો ગુજરાતી શાક વ્હાલા, અન્ન૦૦૦૦
એમાં નાખ્યા બહુ મસાલા, અન્ન૦૦૦૦
એવાં શાક ગણાવું વાલા, અન્ન૦૦૦૦
તમે જમોને ભક્તિના લાલા, અન્ન૦૦૭૯
શાક ભરેલાં રીંગણાંનું૩૯૩, અન્ન૦૦૦૦
વળી રીંગણાં-વટાણાનું૩૯૪, અન્ન૦૦૦૦
શાક રીંગણાં-બટેકાંનું૩૯૫, અન્ન૦૦૦૦
શાક કેવળ બટેકાનું૩૯૬, અન્ન૦૦૮૦
બટેકાની સૂકીભાજી૩૯૭, અન્ન૦૦૦૦
તમે જમજો થઈને રાજી, અન્ન૦૦૦૦
શાક બટેકા-વટાણાનું૩૯૮, અન્ન૦૦૦૦
વળી તુવેર ને રીંગણાંનું૩૯૯, અન્ન૦૦૮૧
કોબી-વટાણા૪૦૦ ને ફુલેવર૪૦૧, અન્ન૦૦૦૦
ગુવાર૪૦૨ ગલકાં૪૦૩ ને ગાજર૪૦૪, અન્ન૦૦૦૦
ઊંબાડિયું૪૦૫ ને ગૂંદાં ભરેલાં૪૦૬, અન્ન૦૦૦૦
મરિયા૪૦૭ જમોને રંગના રેલા, અન્ન૦૦૮૨
પરવળ૪૦૮ વટાણા-ગાજર૪૦૯, અન્ન૦૦૦૦
દૂધી૪૧૦ વટાણા-ફુલેવર૪૧૧, અન્ન૦૦૦૦
કાચી કેરીનું૪૧૨ શુભ શાક, અન્ન૦૦૦૦
કાજુ-ગાંઠિયાનું૪૧૩ પણ શાક, અન્ન૦૦૮૩
જમો બ્રોકોલીનું૪૧૪ આ શાક, અન્ન૦૦૦૦
ગુવાર-ઢોકળીનું૪૧૫ શાક, અન્ન૦૦૦૦
વળી દૂધી-ચણાની દાળ૪૧૬, અન્ન૦૦૦૦
શાક તૂરિયાંનું૪૧૭ રસાળ, અન્ન૦૦૮૪
શાક તળેલું ભીંડાનું૪૧૮, અન્ન૦૦૦૦
વળી ભરેલા ભીંડાનું૪૧૯, અન્ન૦૦૦૦
શાક છે તૂરિયાં-પાતરાનું૪૨૦, અન્ન૦૦૦૦
મૂળાનું૪૨૧ મગ-તૂરિયાંનું૪૨૨, અન્ન૦૦૮૫
જમો ભીંડાના સંભારિયા૪૨૩, અન્ન૦૦૦૦
જમો સૂરણનું૪૨૪ સુખદૈયા, અન્ન૦૦૦૦
શાક કાજુ-કારેલાંનું૪૨૫, અન્ન૦૦૦૦
કંકોડાંનું૪૨૬ કારેલાંનું૪૨૭, અન્ન૦૦૮૬
શાક છે સેવ-ટમેટાંનું૪૨૮, અન્ન૦૦૦૦
રતાળુનું૪૨૯ ટીંડોરાંનું૪૩૦, અન્ન૦૦૦૦
શાક સારું સરગવાનું૪૩૧, અન્ન૦૦૦૦
પાકાં ચીભડાંનું૪૩૨ ગાંઠિયાનું૪૩૩, અન્ન૦૦૮૭
શાક વાલોળનું૪૩૪ પાપડીનું૪૩૫, અન્ન૦૦૦૦
શાક ગાજર ને ફણસીનું૪૩૬, અન્ન૦૦૦૦
શાક ફણસ૪૩૭ ને પંચકુટિયું૪૩૮, અન્ન૦૦૦૦
શક્કરિયાનું૪૩૯ ને ઊંધિયું૪૪૦, અન્ન૦૦૮૮
શાક ઢોકળી૪૪૧ મકાઈનો દાણો૪૪૨, અન્ન૦૦૦૦
રીંગણાંનું ભડથું૪૪૩ માણો, અન્ન૦૦૦૦
ઓળો દૂધીનો૪૪૪ સુખધામ, અન્ન૦૦૦૦
અતિ ભાવે જમો ઘનશ્યામ, અન્ન૦૦૮૯
શાક વડીનું૪૪૫ સ્વાદિષ્ટ, અન્ન૦૦૦૦
જમો કોળાંનું૪૪૬ મારા ઇષ્ટ, અન્ન૦૦૦૦
શાક ટીનસાંનું૪૪૭ છે સારું, અન્ન૦૦૦૦
જમો લાગશે તમને પ્યારું, અન્ન૦૦૯૦
રૂડું ઝુમખડીનું શાક૪૪૮, અન્ન૦૦૦૦
જન જમે તજીને પાક, અન્ન૦૦૦૦
કાચાં૪૪૯ પાકાં૪૫૦ કેળાંનું શાક, અન્ન૦૦૦૦
ઝૂકીનીનું૪૫૧ અદ્ભુત શાક, અન્ન૦૦૯૧
રૂડી ભાજી છે મેથીની૪૫૨, અન્ન૦૦૦૦
ભાજી પાલખની૪૫૩ લૂણીની૪૫૪, અન્ન૦૦૦૦
મીઠી અજમાની૪૫૫ છે ભાજી, અન્ન૦૦૦૦
જમો સુવાની૪૫૬ થઈ રાજી, અન્ન૦૦૯૨
રૂડી ભાજી તાંદળજાની૪૫૭, અન્ન૦૦૦૦
એવી ભાજી મૂળા૪૫૮ આદિની, અન્ન૦૦૦૦
જમો શાક પંજાબી દયાળુ, અન્ન૦૦૦૦
મલાઈ કોફતા૪૫૯ ને દમઆલુ૪૬૦, અન્ન૦૦૯૩
કોબી કોફતા૪૬૧ સૂરણ કોફતા૪૬૨, અન્ન૦૦૦૦
શાહી પનીર૪૬૩ દૂધી કોફતા૪૬૪, અન્ન૦૦૦૦
છે કાજુ-બટર મસાલા૪૬૫, અન્ન૦૦૦૦
જમો પાલખ પનીર૪૬૬ વ્હાલા, અન્ન૦૦૯૪
વેજિટેબલ મખ્ખનવાલા૪૬૭, અન્ન૦૦૦૦
છે પનીર બટર મસાલા૪૬૮, અન્ન૦૦૦૦
વેજિટેબલ છે જયપૂરી૪૬૯, અન્ન૦૦૦૦
વેજિટેબલ કોલાપૂરી૪૭૦, અન્ન૦૦૯૫
કાજુ કરી૪૭૧ તવાસબ્જી૪૭૨, અન્ન૦૦૦૦
જમો વેજિટેબલ ક્રિસ્પી૪૭૩, અન્ન૦૦૦૦
મિક્સ વેજિટેબલ ફ્રાય૪૭૪, અન્ન૦૦૦૦
જમો જમોને મારા રાય, અન્ન૦૦૯૬
જમો વેજિટેબલ કોરમા૪૭૫, અન્ન૦૦૦૦
વળી છે નવરત્ન કોરમા૪૭૬, અન્ન૦૦૦૦
પનીરટીકા૪૭૭ પનીરપસંદા૪૭૮, અન્ન૦૦૦૦
કાજુ ખોયા૪૭૯ છે જગવંદા, અન્ન૦૦૯૭
સ્ટફ્ડ કેપ્સીકમ૪૮૦ છે પ્યારા, અન્ન૦૦૦૦
જમો સ્ટફ્ડ ટોમેટો૪૮૧ ન્યારા, અન્ન૦૦૦૦
દાલ મખની૪૮૨ પનીર ભૂરજી૪૮૩, અન્ન૦૦૦૦
મેથી બટર મસાલા૪૮૪ હરજી, અન્ન૦૦૯૮
પનીર હાંડી૪૮૫ ખોયા મખ્ખન૪૮૬, અન્ન૦૦૦૦
થાઈકરી૪૮૭ જમોને જીવન, અન્ન૦૦૦૦
જમો વિવિધ કઠોળ શ્યામ, અન્ન૦૦૦૦
લીલા વટાણા૪૮૮ સુખધામ, અન્ન૦૦૯૯
મગ૪૮૯ મઠ૪૯૦ ને છોલે ચણા૪૯૧, અન્ન૦૦૦૦
ચોળી૪૯૨ ચોળા૪૯૩ દેશી ચણા૪૯૪, અન્ન૦૦૦૦
વાલ૪૯૫ અડદ૪૯૬ ને રાજમા૪૯૭, અન્ન૦૦૦૦
મેથી૪૯૮ સોયાબીન૪૯૯ વાલમા, અન્ન૦૧૦૦
જમો લીલી તુવેર૫૦૦ પ્યારી, અન્ન૦૦૦૦
મેથી૫૦૧ ફણગાવેલી સારી, અન્ન૦૦૦૦
મગ૫૦૨ મઠ૫૦૩ છે ફણગાવેલા, અન્ન૦૦૦૦
લચકો દાળ૫૦૪ જમોને છેલા, અન્ન૦૧૦૧
જમો કળથી૫૦૫ લીલા ચણા૫૦૬, અન્ન૦૦૦૦
જરી રાખશો નહિ મણા, અન્ન૦૦૦૦
જમો ફાસ્ટ ફૂડ અલબેલા, અન્ન૦૦૦૦
લાવ્યા ભક્તો પ્રેમઘેલા, અન્ન૦૧૦૨
સાદા ઢોસા૫૦૭ ઢોસા મસાલા૫૦૮, અન્ન૦૦૦૦
જમો મૈસુરી ઢોસા૫૦૯ વાલા, અન્ન૦૦૦૦
જમો સ્વીટકોર્નના આ ઢોસા૫૧૦, અન્ન૦૦૦૦
ચીઝ ઢોસા૫૧૧ સ્પ્રિંગ ઢોસા૫૧૨, અન્ન૦૧૦૩
મેંદુવડાં૫૧૩ ને સ્ટફ ઇડલી૫૧૪, અન્ન૦૦૦૦
ઇડલી સાંભાર૫૧૫ રવા ઇડલી૫૧૬, અન્ન૦૦૦૦
છે સારા ટોમેટો ઉત્તપા૫૧૭, અન્ન૦૦૦૦
વળી વેજિટેબલ ઉત્તપા૫૧૮, અન્ન૦૧૦૪
પાંઉભાજી૫૧૯ ને બફવડાં૫૨૦, અન્ન૦૦૦૦
ભેળપૂરી૫૨૧ ને દહીંવડાં૫૨૨, અન્ન૦૦૦૦
ગોલગપ્પા જે પાણીપૂરી૫૨૩, અન્ન૦૦૦૦
રગડાપેટીસ૫૨૪ દહીંપૂરી૫૨૫, અન્ન૦૧૦૫
મેક્સિકન ભેળ૫૨૬ સેવપૂરી૫૨૭, અન્ન૦૦૦૦
ચાઇનીઝ ભેળ૫૨૮ રગડાપૂરી૫૨૯, અન્ન૦૦૦૦
વાલા જમો કોલેજિયન ભેળ૫૩૦, અન્ન૦૦૦૦
સુરતી લોચો૫૩૧ સાદી ભેળ૫૩૨, અન્ન૦૧૦૬
સેવઉસળ૫૩૩ દિલ્લીચાટ૫૩૪, અન્ન૦૦૦૦
આલુચાટ૫૩૫ કટોરીચાટ૫૩૬, અન્ન૦૦૦૦
વડાપાંઉ૫૩૭ ને દાબેલી૫૩૮, અન્ન૦૦૦૦
તીખી બટેકી૫૩૯ અલબેલી, અન્ન૦૧૦૭
બહુ ભાવશે બટર દાબેલી૫૪૦, અન્ન૦૦૦૦
ચટપટી ચીઝ દાબેલી૫૪૧, અન્ન૦૦૦૦
બટેકાભૂંગળાં૫૪૨ સારા, અન્ન૦૦૦૦
છોલે ભટુરા૫૪૩ પણ પ્યારા, અન્ન૦૧૦૮
ખાટો લોટ૫૪૪ દાલપકવાન૫૪૫, અન્ન૦૦૦૦
તમે ભાવે જમો ભગવાન, અન્ન૦૦૦૦
જમો પાપડીનો લોટ૫૪૬ શ્યામ, અન્ન૦૦૦૦
દાલબાટી૫૪૭ જમો ઘનશ્યામ, અન્ન૦૧૦૯
જમો પાઇનેપલ સેન્ડવીચ૫૪૮, અન્ન૦૦૦૦
વળી જમો ચીઝ સેન્ડવીચ૫૪૯, અન્ન૦૦૦૦
ગ્રીલ સેન્ડવીચ૫૫૦ ટોસ્ટ સેન્ડવીચ૫૫૧, અન્ન૦૦૦૦
જમો આ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ૫૫૨, અન્ન૦૧૧૦
જમો પ્યારી ક્લબ સેન્ડવીચ૫૫૩, અન્ન૦૦૦૦
જમો વેજિટેબલ સેન્ડવીચ૫૫૪, અન્ન૦૦૦૦
આ પનીની સેન્ડવીચ૫૫૫ પ્યારી, અન્ન૦૦૦૦
જમો સબવે સેન્ડવીચ૫૫૬ સારી, અન્ન૦૧૧૧
બ્રેડ પકોડા૫૫૭ ઝીની રોલ૫૫૮, અન્ન૦૦૦૦
પીઝા૫૫૯ બર્ગર૫૬૦ છે સ્પ્રિંગ રોલ૫૬૧, અન્ન૦૦૦૦
ચીઝ પકોડા૫૬૨ ચીઝ પીઝા૫૬૩, અન્ન૦૦૦૦
બ્રેડ પીઝા૫૬૪ ખાખરા પીઝા૫૬૫, અન્ન૦૧૧૨
જમો માર્ગારીટા પીઝા૫૬૬, અન્ન૦૦૦૦
સારા ચીઝી ચીઝબ્રસ્ટ પીઝા૫૬૭, અન્ન૦૦૦૦
મીઠા પીઝા મેક્સિકન૫૬૮, અન્ન૦૦૦૦
ચીઝબોલ૫૬૯ કેલઝોન૫૭૦ જીવન, અન્ન૦૧૧૩
મોઝરેલા સ્ટીક૫૭૧ ચીઝ પોપર૫૭૨, અન્ન૦૦૦૦
જમો જેકેટ પોટેટો૫૭૩ હરિવર, અન્ન૦૦૦૦
મેથી પફ૫૭૪ ચાઇનીઝ પફ૫૭૫, અન્ન૦૦૦૦
પનીર પફ૫૭૬ પંજાબી પફ૫૭૭, અન્ન૦૧૧૪
વેજિટેબલ પફ૫૭૮ મોમોઝ૫૭૯, અન્ન૦૦૦૦
ફ્રેંચ ફ્રાય૫૮૦ અને ટાકોઝ૫૮૧, અન્ન૦૦૦૦
ટોસ્ટાડા૫૮૨ કેસેડીઆ૫૮૩, અન્ન૦૦૦૦
ચીમીચાન્ગા૫૮૪ ને ચલુપા૫૮૫, અન્ન૦૧૧૫
કાઠીરોલ૫૮૬ ને ફલાફલ૫૮૭, અન્ન૦૦૦૦
એન્ચીલાડા૫૮૮ ફહીતા૫૮૯ નવલ, અન્ન૦૦૦૦
બીન બરીતો૫૯૦ ને ચીઝ વ્રેપ૫૯૧, અન્ન૦૦૦૦
વાલા જમો ટોર્ટીલા વ્રેપ૫૯૨, અન્ન૦૧૧૬
વેજફ્રાય૫૯૩ મન્ચુરિયન૫૯૪, અન્ન૦૦૦૦
જમો નાચોઝ૫૯૫ હે જીવન, અન્ન૦૦૦૦
સાલ્સા ચીપ્સ૫૯૬ બેક્ડ પોટેટો૫૯૭, અન્ન૦૦૦૦
ટોફુ બાઉલ૫૯૮ બનાવ્યા મેં તો, અન્ન૦૧૧૭
સાદા પાસ્તા૫૯૯ મસાલા પાસ્તા૬૦૦, અન્ન૦૦૦૦
પ્યારા વેજિટેબલ પાસ્તા૬૦૧, અન્ન૦૦૦૦
જમો અલ્ફ્રેડો પાસ્તા૬૦૨ ભાવે, અન્ન૦૦૦૦
વસ્તુ ઇટાલિયન એ કા’વે, અન્ન૦૧૧૮
છે મેક એન્ડ ચીઝ૬૦૩ સારી, અન્ન૦૦૦૦
રેવિયોલી૬૦૪ સ્પગેટી૬૦૫ પ્યારી, અન્ન૦૦૦૦
વેજિટેબલ ફ્રેન્કી૬૦૬ શ્યામ, અન્ન૦૦૦૦
જમો ગોલ્ડ કોઇન૬૦૭ ઘનશ્યામ, અન્ન૦૧૧૯
વેજિટેબલ નૂડલ્સ૬૦૮ પ્યારા, અન્ન૦૦૦૦
ચીલી પનીર૬૦૯ જમોને ન્યારા, અન્ન૦૦૦૦
આ ફ્રાઇડ રાઇસ નૂડલ્સ૬૧૦, અન્ન૦૦૦૦
હરિ જમોને હક્કા નૂડલ્સ૬૧૧, અન્ન૦૧૨૦
વેજ લઝાનિયા૬૧૨ સીઝલર૬૧૩, અન્ન૦૦૦૦
પીનવ્હીલ૬૧૪ પોટેટો ફિંગર૬૧૫, અન્ન૦૦૦૦
હાલાપીનો પોપર્સ૬૧૬ અમૂલ, અન્ન૦૦૦૦
હેશ બ્રાઉન૬૧૭ ચીપોટલે બાઉલ૬૧૮, અન્ન૦૧૨૧
જમો બ્રીંજલ પારમેઝન૬૧૯, અન્ન૦૦૦૦
એમ્પનાડસ૬૨૦ જમો જીવન, અન્ન૦૦૦૦
બહુ ચટણીઓ સુખકારી, અન્ન૦૦૦૦
કરી અનેક પ્રકારની સારી, અન્ન૦૧૨૨
જમો કોથમીરની ચટણી૬૨૧, અન્ન૦૦૦૦
લીલાં મરચાંની ચટણી૬૨૨, અન્ન૦૦૦૦
શીંગદાણા-ટોપરાની ચટણી૬૨૩, અન્ન૦૦૦૦
દાળિયા-મરચાંની ચટણી૬૨૪, અન્ન૦૧૨૩
ખજૂરની૬૨૫ ને આંબલીની૬૨૬, અન્ન૦૦૦૦
સારી ચટણી છે દહીંની૬૨૭, અન્ન૦૦૦૦
ફુદીનાની૬૨૮ તથા ટમેટાંની૬૨૯, અન્ન૦૦૦૦
કોઠાંની૬૩૦ તથા બટેકાંની૬૩૧, અન્ન૦૧૨૪
આમચૂરની છે ચટણી૬૩૨, અન્ન૦૦૦૦
સારી છે સીઝવાન ચટણી૬૩૩, અન્ન૦૦૦૦
લીલી આંબલીની ચટણી૬૩૪, અન્ન૦૦૦૦
લાવ્યા ચટણી અમે ઘણી, અન્ન૦૧૨૫
બીનડીપ૬૩૫ બાબાગનુષ૬૩૬, અન્ન૦૦૦૦
જમો ગ્વાકામોલી૬૩૭ ને હમસ૬૩૮, અન્ન૦૦૦૦
રૂડો ટમેટાંનો સોસ૬૩૯, અન્ન૦૦૦૦
નહિ નડે તજો અફસોસ, અન્ન૦૧૨૬
મેં કર્યો સંભારો૬૪૦ હરિ, અન્ન૦૦૦૦
વિધવિધ કાચું ભેળું કરી, અન્ન૦૦૦૦
મરચાં ટીંડોરાં કાકડીનો, અન્ન૦૦૦૦
કોબી ગાજર ટમેટાદિનો, અન્ન૦૧૨૭
મીઠો બનાવ્યો સંભારો, અન્ન૦૦૦૦
તમે ભાવ સ્વીકારો મારો, અન્ન૦૦૦૦
કોબી-મરચાંનો સંભારો૬૪૧, અન્ન૦૦૦૦
જમો પપૈયાનો૬૪૨ સારો, અન્ન૦૧૨૮
કાકડી ગાજર મૂળાનું, અન્ન૦૦૦૦
બીટ કોબી ટમેટાનું, અન્ન૦૦૦૦
કચુંબર૬૪૩ કર્યું તે સહુનું, અન્ન૦૦૦૦
સલાડ ફણગાવેલ મગનું૬૪૪, અન્ન૦૧૨૯
સલાડ સમાર્યું સુપર, અન્ન૦૦૦૦
કોબી૬૪૫ કાકડી૬૪૬ ને ગાજર૬૪૭, અન્ન૦૦૦૦
ભોલર કેપ્સીકમ મરચાં૬૪૮, અન્ન૦૦૦૦
બીટ૬૪૯ ટમેટાં૬૫૦ આંબળાં૬૫૧, અન્ન૦૧૩૦
કાચી કેરી૬૫૨ લીલું ટોપરું૬૫૩, અન્ન૦૦૦૦
લેટસ૬૫૪ આદિ ફુલેવર૬૫૫ ખરું, અન્ન૦૦૦૦
લીલી હળદર૬૫૬ આંબામોર૬૫૭, અન્ન૦૦૦૦
તીખા મૂળા૬૫૮ જમો ચિત્તચોર, અન્ન૦૧૩૧
જમો મોગરી૬૫૯ મૂળાપાન૬૬૦, અન્ન૦૦૦૦
અમે ધરીએ તમારું ધ્યાન, અન્ન૦૦૦૦
જમો મકાઈ ડોડા છેલા, અન્ન૦૦૦૦
શેકેલા૬૬૧ ને વળી બાફેલા૬૬૨, અન્ન૦૧૩૨
જારનો૬૬૩ ને ઘઉંનો પોંક૬૬૪, અન્ન૦૦૦૦
જમો બાજરાનો૬૬૫ પણ પોંક, અન્ન૦૦૦૦
વાલા ધર્યાં અથાણાં અનેક, અન્ન૦૦૦૦
તમે જમજો એકેએક, અન્ન૦૧૩૩
અથાણાં રાઈતાં કેરીનાં૬૬૬, અન્ન૦૦૦૦
ખાટી કેરી૬૬૭ ગોળ-કેરીનાં૬૬૮, અન્ન૦૦૦૦
કેરડા૬૬૯ ગાજર૬૭૦ ગૂંદાંનાં૬૭૧, અન્ન૦૦૦૦
ખારેક૬૭૨ આખા મરચાંનાં૬૭૩, અન્ન૦૧૩૪
ડારા ગરમર૬૭૪ કરમદાનાં૬૭૫, અન્ન૦૦૦૦
પંજાબી૬૭૬ ને મેથી-ચણાનાં૬૭૭, અન્ન૦૦૦૦
કાજુ-ખારેક૬૭૮ કેરી-ખજૂરનાં૬૭૯, અન્ન૦૦૦૦
બિલા૬૮૦ ટીંડોરાં૬૮૧ બિજોરાંનાં૬૮૨, અન્ન૦૧૩૫
લીંબુનાં૬૮૩ ને ચીભડાંનાં૬૮૪, અન્ન૦૦૦૦
વાંસનાં૬૮૫ ને આંબળાંનાં૬૮૬, અન્ન૦૦૦૦
જમો કેરીનો મુરબ્બો૬૮૭, અન્ન૦૦૦૦
વળી આંબળાંનો મુરબ્બો૬૮૮, અન્ન૦૧૩૬
છુંદો કેરીનો૬૮૯ રાઈતાં મરચાં૬૯૦, અન્ન૦૦૦૦
જમો વડતાલનાં આ મરચાં૬૯૧, અન્ન૦૦૦૦
તળી ગુવારની કાચરી૬૯૨, અન્ન૦૦૦૦
ભીંડાની કાચરી૬૯૩ છે કરી, અન્ન૦૧૩૭
કાચરી મરચાંની૬૯૪ તૂરિયાંની૬૯૫, અન્ન૦૦૦૦
જમો કાચરી કોઠીંબાની૬૯૬, અન્ન૦૦૦૦
સ્વાદિષ્ટ રાઈતાં નવીનાં અન્ન૦૦૦૦
જમો વિધવિધ શાકભાજીનાં, અન્ન૦૧૩૮
રૂડું રાઈતું ધર્યું કાકડીનું૬૯૭, અન્ન૦૦૦૦
ગાજરનું૬૯૮ ને મોગરીનું૬૯૯, અન્ન૦૦૦૦
ખાસ રાઈતું વેજિટેબલ૭૦૦, અન્ન૦૦૦૦
કેળાંદિનાં રાઈતાં૭૦૧ અવલ, અન્ન૦૧૩૯
રૂડી રાબ જમો બાજરાની૭૦૨, અન્ન૦૦૦૦
વળી કરી છે રાજગરાની૭૦૩, અન્ન૦૦૦૦
રાબ જુવારની૭૦૪ ઘઉંની૭૦૫, અન્ન૦૦૦૦
નાખી તેજાના કરી ઊની, અન્ન૦૧૪૦
કર્યા ભાતભાતના ભાત, અન્ન૦૦૦૦
તમે જમોને મારા તાત, અન્ન૦૦૦૦
સાદા ભાત૭૦૬ વઘારેલ ભાત૭૦૭, અન્ન૦૦૦૦
કરમલડો૭૦૮ જે દહીં-ભાત, અન્ન૦૧૪૧
સેલણ૭૦૯ જે ઘી ગોળ ભાત, અન્ન૦૦૦૦
જમો ઘી-ખાંડ સાથે ભાત૭૧૦, અન્ન૦૦૦૦
જીરા રાઇસ૭૧૧ ટોમેટો રાઇસ૭૧૨, અન્ન૦૦૦૦
જમો કોકોનટ રાઇસ૭૧૩, અન્ન૦૧૪૨
છે રાઇસ રૂડા સીઝવાન૭૧૪, અન્ન૦૦૦૦
તમે ભાવે જમો ભગવાન, અન્ન૦૦૦૦
લેમન રાઇસ૭૧૫ ચિત્રાના રાઇસ૭૧૬, અન્ન૦૦૦૦
ફ્રાઇડ રાઇસ૭૧૭ ફુદીના રાઇસ૭૧૮, અન્ન૦૧૪૩
રાઇસ મેક્સિકન૭૧૯ સુખદાની, અન્ન૦૦૦૦
જમો વેજિટેબલ બિરયાની૭૨૦, અન્ન૦૦૦૦
જમો વેજિટેબલ પુલાવ૭૨૧, અન્ન૦૦૦૦
શાહી પુલાવ૭૨૨ ગ્રીન પુલાવ૭૨૩, અન્ન૦૧૪૪
મીઠો કાશ્મીરી પુલાવ૭૨૪, અન્ન૦૦૦૦
જમો તીખો તવા પુલાવ૭૨૫, અન્ન૦૦૦૦
થૂલી૭૨૬ ઉપમા૭૨૭ ને પોંગલ૭૨૮, અન્ન૦૦૦૦
જો જો ભાવ અમારો અવલ, અન્ન૦૧૪૫
તુવેરદાળની છે ખીચડી૭૨૯, અન્ન૦૦૦૦
મગ-ચોખાની આ ખીચડી૭૩૦, અન્ન૦૦૦૦
ઓટ ખીચડી૭૩૧ ક્વિનવા ખીચડી૭૩૨, અન્ન૦૦૦૦
મેં તો બનાવી કચ્છી ખીચડી૭૩૩, અન્ન૦૧૪૬
જમો વેજિટેબલ ખીચડી૭૩૪, અન્ન૦૦૦૦
બહુ ભાતના ફ્રૂટની ખીચડી૭૩૫, અન્ન૦૦૦૦
તુવેરદાળ૭૩૬ મગની દાળ૭૩૭, અન્ન૦૦૦૦
તડકાદાળ૭૩૮ મસુરદાળ૭૩૯, અન્ન૦૧૪૭
દાળ ત્રેવડી૭૪૦ અડદની દાળ૭૪૧, અન્ન૦૦૦૦
તમે જમો પાલખની દાળ૭૪૨, અન્ન૦૦૦૦
કાઠિયાવાડી૭૪૩ સુરતી૭૪૪ કઢી, અન્ન૦૦૦૦
ગોળની૭૪૫ કોકમની૭૪૬ કઢી, અન્ન૦૧૪૮
કઢી છે આખા મરચાંની૭૪૭, અન્ન૦૦૦૦
રોગનાશક સરગવાની૭૪૮, અન્ન૦૦૦૦
કઢી રીંગણાંની૭૪૯ ભીંડાની૭૫૦, અન્ન૦૦૦૦
ઘીમાં વઘારી તાજી મઝાની, અન્ન૦૧૪૯
રૂડા દહીંની છે તીખારી૭૫૧, અન્ન૦૦૦૦
બહુ સારા મસાલે વઘારી, અન્ન૦૦૦૦
દાલફ્રાય૭૫૨ રસમ૭૫૩ સાંભાર૭૫૪, અન્ન૦૦૦૦
તમે જમજો મારા યાર, અન્ન૦૧૫૦
રૂડું ટમેટાનું છે સૂપ૭૫૫, અન્ન૦૦૦૦
દૂધીનું૭૫૬ પાલખનું સૂપ૭૫૭, અન્ન૦૦૦૦
જમો વેજિટેબલ સૂપ૭૫૮, અન્ન૦૦૦૦
ગાજરનું સૂપ૭૫૯ અનુપ, અન્ન૦૧૫૧
મીનીસ્ટ્રોન સૂપ૭૬૦ છે સારું, અન્ન૦૦૦૦
કોર્નસૂપ૭૬૧ છે બહુ પ્યારું, અન્ન૦૦૦૦
વેજિટેબલ મન્ચાવ સૂપ૭૬૨, અન્ન૦૦૦૦
ચીલી સૂપ૭૬૩ મેક્રોની સૂપ૭૬૪, અન્ન૦૧૫૨
ટોર્ટીલા૭૬૫ ને બ્રોકોલી સૂપ૭૬૬, અન્ન૦૦૦૦
પીઓ હોટ એન્ડ સોર સૂપ૭૬૭, અન્ન૦૦૦૦
રૂડું સરગવાનું સૂપ૭૬૮, અન્ન૦૦૦૦
શાકભાજીનાં અનેક સૂપ, અન્ન૦૧૫૩
જમો પાપડ મારા પ્યારા, અન્ન૦૦૦૦
આગે ધર્યા ન્યારા ન્યારા, અન્ન૦૦૦૦
પાપડ મકાઈના૭૬૯ ચોખાના૭૭૦, અન્ન૦૦૦૦
પાપડ ઘઉંના૭૭૧ અડદના૭૭૨, અન્ન૦૧૫૪
જમો રૂડા પાપડ શેકેલા, અન્ન૦૦૦૦
મસાલા પાપડ૭૭૩ તળેલા, અન્ન૦૦૦૦
જમો જુવારના પાપડ૭૭૪, અન્ન૦૦૦૦
થશે જમતા બહુ કડકડ, અન્ન૦૧૫૫
પ્યારી પાપડી૭૭૫ ને ફરફર૭૭૬, અન્ન૦૦૦૦
ભાવે કકડાવો હરિવર, અન્ન૦૦૦૦
જમો બેકરીની વાનગી, અન્ન૦૦૦૦
છે અનેકવિધ મનગમી, અન્ન૦૧૫૬
જમો બિસ્કિટ છે કાજુના૭૭૭, અન્ન૦૦૦૦
વળી કેસરના૭૭૮ કોકોના૭૭૯, અન્ન૦૦૦૦
બિસ્કિટ છે કોપરાના૭૮૦, અન્ન૦૦૦૦
જમો પ્યારા આ અખરોટના૭૮૧, અન્ન૦૧૫૭
પ્યારા પીનટના૭૮૨ બટરના૭૮૩, અન્ન૦૦૦૦
બોરબોન૭૮૪ તથા બદામના૭૮૫, અન્ન૦૦૦૦
ક્રીમ બિસ્કિટ૭૮૬ જીરા બિસ્કિટ૭૮૭, અન્ન૦૦૦૦
વાલા જમો વેફર બિસ્કિટ૭૮૮, અન્ન૦૧૫૮
જમો છે ડ્રાયફ્રૂટ કુકિઝ૭૮૯, અન્ન૦૦૦૦
કેસર-બદામ-પિસ્તા કુકિઝ૭૯૦, અન્ન૦૦૦૦
જમો ચોકો ઓટ્સ કુકિઝ૭૯૧, અન્ન૦૦૦૦
વળી કાજુ-હની કુકિઝ૭૯૨, અન્ન૦૧૫૯
જમો કોકોનટ કુકિઝ૭૯૩, અન્ન૦૦૦૦
રૂડી હની ઓટ્સ કુકિઝ૭૯૪, અન્ન૦૦૦૦
શીંગ-રાજગરા કુકિઝ૭૯૫, અન્ન૦૦૦૦
વાલા ચોકલેટ ચીપ કુકિઝ૭૯૬, અન્ન૦૧૬૦
ચોકોલેટ કુકિઝ૭૯૭ છે સાર, અન્ન૦૦૦૦
વાલા જમો ગ્રનોલા બાર૭૯૮, અન્ન૦૦૦૦
જમો સુરતી નાનખટાઈ૭૯૯, અન્ન૦૦૦૦
વળી બદામ નાનખટાઈ૮૦૦, અન્ન૦૧૬૧
વેનીલા નાનખટાઈ૮૦૧, અન્ન૦૦૦૦
ઓરેંજ નાનખટાઈ૮૦૨, અન્ન૦૦૦૦
પાઇનેપલ નાનખટાઈ૮૦૩, અન્ન૦૦૦૦
છે ચોકલેટ નાનખટાઈ૮૦૪, અન્ન૦૧૬૨
પિસ્તાની નાનખટાઈ૮૦૫, અન્ન૦૦૦૦
એવી અનેક જમો મુજ રાય, અન્ન૦૦૦૦
કાજુપૂરી૮૦૬ ને બદામપૂરી૮૦૭, અન્ન૦૦૦૦
જમો કાજુ-પિસ્તાપૂરી૮૦૮, અન્ન૦૧૬૩
મેંગો કેક૮૦૯ ચોકલેટ કેક૮૧૦, અન્ન૦૦૦૦
જમો પાઇનેપલની કેક૮૧૧, અન્ન૦૦૦૦
કેરટ કેક૮૧૨ સ્ટ્રોબેરી કેક૮૧૩, અન્ન૦૦૦૦
વળી બ્લેક ફોરેસ્ટ કેક૮૧૪, અન્ન૦૧૬૪
મીલ્ક કેક૮૧૫ બિસ્કિટ કેક૮૧૬, અન્ન૦૦૦૦
કપ કેક૮૧૭ ને પેસ્ટ્રી કેક૮૧૮, અન્ન૦૦૦૦
ચીઝ કેક૮૧૯ જામફળ કેક૮૨૦, અન્ન૦૦૦૦
પેન કેક૮૨૧ ને પાઉન્ડ કેક૮૨૨, અન્ન૦૧૬૫
ફનલ કેક૮૨૩ આઇસક્રીમ કેક૮૨૪, અન્ન૦૦૦૦
જમો રેડ વેલ્વેટ કેક૮૨૫, અન્ન૦૦૦૦
જમો સ્ટ્રોબેરી શોર્ટ કેક૮૨૬, અન્ન૦૦૦૦
આવી કેક જમોને અનેક, અન્ન૦૧૬૬
એપલ પાઈ૮૨૭ પમ્પકીન પાઈ૮૨૮, અન્ન૦૦૦૦
તમે હેતે જમો મારા રાય, અન્ન૦૦૦૦
ઘઉં ટોસ્ટ૮૨૯ ને જીરા ટોસ્ટ૮૩૦, અન્ન૦૦૦૦
ફ્રૂટ ટોસ્ટ૮૩૧ ને મિલ્ક ટોસ્ટ૮૩૨, અન્ન૦૧૬૭
કેક રસ્ક૮૩૩ માવા ટોસ્ટ૮૩૪, અન્ન૦૦૦૦
ફ્રેંચ ટોસ્ટ૮૩૫ ટૂટીફ્રૂટી ટોસ્ટ૮૩૬, અન્ન૦૦૦૦
જમો છે આવકાડો ટોસ્ટ૮૩૭, અન્ન૦૦૦૦
સારા ચીલી ચીઝ ટોસ્ટ૮૩૮, અન્ન૦૧૬૮
જીરા ખારી૮૩૯ બટર ખારી૮૪૦, અન્ન૦૦૦૦
મેથી ખારી૮૪૧ મસાલા ખારી૮૪૨, અન્ન૦૦૦૦
ચીઝ ખારી૮૪૩ છે બહુ ન્યારી, અન્ન૦૦૦૦
પ્રભુ લાગશે તમને પ્યારી, અન્ન૦૧૬૯
પાઇનેપલના ક્રિમરોલ૮૪૪, અન્ન૦૦૦૦
વેનીલા૮૪૫ સ્ટ્રોબેરી રોલ૮૪૬, અન્ન૦૦૦૦
જમો ચોકલેટ ક્રિમરોલ૮૪૭, અન્ન૦૦૦૦
છે બટરસ્કોચ ક્રિમરોલ૮૪૮, અન્ન૦૧૭૦
ચૂરોઝ૮૪૯ ઓરેંજ ક્રિમરોલ૮૫૦, અન્ન૦૦૦૦
સિનેમન૮૫૧ ને ક્રોસન્ટ રોલ૮૫૨, અન્ન૦૦૦૦
જમો મસાલા બન૮૫૩ મફીન૮૫૪, અન્ન૦૦૦૦
ડોનટ૮૫૫ બેગલ૮૫૬ મંચકીન૮૫૭, અન્ન૦૧૭૧
પીનટ બટર જેલી સેન્ડવીચ૮૫૮, અન્ન૦૦૦૦
વચ્ચે જેલી ભરી છે ગીચ, અન્ન૦૦૦૦
જમો એપલ ક્રિસ્પ૮૫૯ વફલ૮૬૦, અન્ન૦૦૦૦
જમો મસ્કાબન૮૬૧ નવલ, અન્ન૦૧૭૨
તિરામીસુ૮૬૨ ને ડ્રીમબાર૮૬૩, અન્ન૦૦૦૦
બકલાવા૮૬૪ જમો કરી પ્યાર, અન્ન૦૦૦૦
કેરેમલ ફજ૮૬૫ ને બ્રાઉની૮૬૬, અન્ન૦૦૦૦
ભાવના છે ભક્ત સહુની, અન્ન૦૧૭૩
બ્રુશેટા૮૬૭ વેનીલા પુડીંગ૮૬૮, અન્ન૦૦૦૦
કુલ વીપ૮૬૯ ચોકલેટ પુડીંગ૮૭૦, અન્ન૦૦૦૦
હરિ જમો ટૂટીફ્રૂટી બ્રેડ૮૭૧, અન્ન૦૦૦૦
સારી બની બનાના બ્રેડ૮૭૨, અન્ન૦૧૭૪
ચોકલેટ ફોન્ડુ૮૭૩ છે ન્યારા, અન્ન૦૦૦૦
જમો વિધવિધ આઇટમ પ્યારા, અન્ન૦૦૦૦
ચોકલેટ૮૭૪ છે બહુ પ્રકાર, અન્ન૦૦૦૦
અતિ હેતે કરો આહાર, અન્ન૦૧૭૫
તમે વિધવિધ જમો જામ, અન્ન૦૦૦૦
મારા ઇષ્ટદેવ ઘનશ્યામ, અન્ન૦૦૦૦
મેંગો જામ૮૭૫ ને એપલ જામ૮૭૬, અન્ન૦૦૦૦
જમો મિક્સ ફ્રૂટનો જામ૮૭૭, અન્ન૦૧૭૬
પીચ જામ૮૭૮ ને ગ્વાવા જામ૮૭૯, અન્ન૦૦૦૦
આરોગો ઓરેન્જ જામ૮૮૦, અન્ન૦૦૦૦
જમો પાઇનેપલનો જામ૮૮૧, અન્ન૦૦૦૦
સ્નેહે જમો સ્ટ્રોબેરી જામ૮૮૨, અન્ન૦૧૭૭
અમે બનાવી લાવ્યા ખાસ, અન્ન૦૦૦૦
આરોગ્યદ ચ્યવનપ્રાસ૮૮૩, અન્ન૦૦૦૦
રૂડાં ફ્રૂટ તાજાં રસાળ, અન્ન૦૦૦૦
તમે જમોને મારા દયાળ, અન્ન૦૧૭૮
ચીકુ૮૮૪ કેરી૮૮૫ લીલી દ્રાક્ષ૮૮૬, અન્ન૦૦૦૦
કેળાં સોનેરી૮૮૭ કાળી દ્રાક્ષ૮૮૮, અન્ન૦૦૦૦
ગલેલી૮૮૯ ને ગોરસઆંબલી૮૯૦ , અન્ન૦૦૦૦
તૂરી ગળી ને વળી ભલી, અન્ન૦૧૭૯
જામફળ૮૯૧ દાડમ૮૯૨ ને ચેરી૮૯૩, અન્ન૦૦૦૦
પેર૮૯૪ પપૈયાં૮૯૫ સ્ટ્રોબેરી૮૯૬, અન્ન૦૦૦૦
સાકરટેટી૮૯૭ ને નારંગી૮૯૮, અન્ન૦૦૦૦
નાસપતી૮૯૯ ને મોસંબી૯૦૦, અન્ન૦૧૮૦
તરબૂચ૯૦૧ ને સીતાફળ૯૦૨, અન્ન૦૦૦૦
કીવી૯૦૩ સંતરાં૯૦૪ ને રામફળ૯૦૫, અન્ન૦૦૦૦
ચણીબોર૯૦૬ એપલબોર૯૦૭, અન્ન૦૦૦૦
કાશીબોર૯૦૮ ગોલાબોર૯૦૯, અન્ન૦૧૮૧
લીલા નાળિયેર૯૧૦ લાલ ખારેક૯૧૧, અન્ન૦૦૦૦
ખલેલાં૯૧૨ ને પીળી ખારેક૯૧૩, અન્ન૦૦૦૦
જમો શેરડી૯૧૪ સફરજન૯૧૫, અન્ન૦૦૦૦
ગળી આંબલી૯૧૬ પર્શીમન૯૧૭, અન્ન૦૧૮૨
કોઠાં૯૧૮ લીચી૯૧૯ અન્નાનસ૯૨૦, અન્ન૦૦૦૦
જાંબુ૯૨૧ શિંગોડાં૯૨૨ ફણસ૯૨૩, અન્ન૦૦૦૦
બીજોરાં૯૨૪ લીલી બદામ૯૨૫, અન્ન૦૦૦૦
ડ્રેગન૯૨૬ ફ્રૂટ જમો શ્યામ, અન્ન૦૧૮૩
પીચ૯૨૭ રાયણ૯૨૮ રૂડા આલુ૯૨૯, અન્ન૦૦૦૦
ગૂંદાં૯૩૦ કટગૂંદી૯૩૧ જરદાલુ૯૩૨, અન્ન૦૦૦૦
લીલા અંજીર૯૩૩ કોઠીંબાં૯૩૪ શેતૂર૯૩૫, અન્ન૦૦૦૦
જમો ચીભડાં૯૩૬ આરિયાં૯૩૭ મધુર, અન્ન૦૧૮૪
જમો કમરખ૯૩૮ ખટુમડા૯૩૯, અન્ન૦૦૦૦
ટીંબરું૯૪૦ કરમદાં૯૪૧ અવાકડાં૯૪૨, અન્ન૦૦૦૦
ચકોતરાં૯૪૩ ઓલિવ૯૪૪ પ્યારાં, અન્ન૦૦૦૦
ફ્રૂટ ફાલસા૯૪૫ છે બહુ સારાં, અન્ન૦૧૮૫
ક્રેનબેરી૯૪૬ ને બ્લૂબેરી૯૪૭, અન્ન૦૦૦૦
બ્લેકબેરી૯૪૮ ને રાસબેરી૯૪૯, અન્ન૦૦૦૦
છાશ૯૫૦ દહીં૯૫૧ કઢિયેલ દૂધ૯૫૨, અન્ન૦૦૦૦
ઓર્ગેનિક છે બહુ શુદ્ધ, અન્ન૦૧૮૬
હવે ચળું કરો અવતારી, અન્ન૦૦૦૦
હું લાવી છું જળઝારી, અન્ન૦૦૦૦
હેતે કર ધોવરાવું નાથ, અન્ન૦૦૦૦
મુખ લૂછું ને લૂછું હાથ, અન્ન૦૧૮૭
સળી સોનાની લઈ હાથ, અન્ન૦૦૦૦
દંત શુદ્ધિ કરોને નાથ, અન્ન૦૦૦૦
આવો સોફે બિરાજો સ્વામી, અન્ન૦૦૦૦
તમે અનંત ધામના ધામી, અન્ન૦૧૮૮
રૂડાં અનેક પ્રકારનાં જ્યૂસ, અન્ન૦૦૦૦
પિયુ પીજો થઈને ખુશ, અન્ન૦૦૦૦
જ્યૂસ ઓરેંજ૯૫૩ તરબૂચ જ્યૂસ૯૫૪, અન્ન૦૦૦૦
પીવો પાઇનેપલનું જ્યૂસ૯૫૫, અન્ન૦૧૮૯
એપલ જ્યૂસ૯૫૬ દાડમ જ્યૂસ૯૫૭, અન્ન૦૦૦૦
પીવો ગંગા-જમુના જ્યૂસ૯૫૮, અન્ન૦૦૦૦
લીચીનું૯૫૯ દ્રાક્ષનું જ્યૂસ૯૬૦, અન્ન૦૦૦૦
ખાટું મીઠું મોસંબી જ્યૂસ૯૬૧, અન્ન૦૧૯૦
લેમોનેડ૯૬૨ ને જાંબુ જ્યૂસ૯૬૩, અન્ન૦૦૦૦
વાલા પીઓ ને થાઓ ખુશ, અન્ન૦૦૦૦
સ્મૂધી૯૬૪ હોટ ચોકલેટ૯૬૫ સારી, અન્ન૦૦૦૦
તમે પીઓને હે અવતારી, અન્ન૦૧૯૧
વાલા વિવિધ પીઓ શેક, અન્ન૦૦૦૦
પિનાકોલાડા૯૬૬ મેંગો શેક૯૬૭, અન્ન૦૦૦૦
ચીકુ શેક૯૬૮ ચોકલેટ શેક૯૬૯, અન્ન૦૦૦૦
ફાલુદા૯૭૦ કાજુ-અંજીર શેક૯૭૧, અન્ન૦૧૯૨
પાઇનેપલ૯૭૨ બદામ શેક૯૭૩, અન્ન૦૦૦૦
એપલ શેક૯૭૪ બનાના શેક૯૭૫, અન્ન૦૦૦૦
પીઓ કેસર-એલચી શેક૯૭૬, અન્ન૦૦૦૦
સારજા શેક૯૭૭ ગુલકંદ શેક૯૭૮, અન્ન૦૧૯૩
મીઠી લસ્સી૯૭૯ ખારી લસ્સી૯૮૦, અન્ન૦૦૦૦
પીઓ પાઇનેપલની લસ્સી૯૮૧, અન્ન૦૦૦૦
મેંગો લસ્સી૯૮૨ લસ્સી સ્ટ્રોબેરી૯૮૩, અન્ન૦૦૦૦
કોલ્ડ કોકો૯૮૪ પીઓ લહેરી, અન્ન૦૧૯૪
કાચી કેરીનો બાફલો૯૮૫, અન્ન૦૦૦૦
પીવા જેવો છે અતિ ભલો, અન્ન૦૦૦૦
પીઓ સીકંજી૯૮૬ ગોળનું પાણી૯૮૭, અન્ન૦૦૦૦
વળી તાજું તરોપાનું પાણી૯૮૮, અન્ન૦૧૯૫
પીઓ સાકરનું ઠંડું પાણી૯૮૯, અન્ન૦૦૦૦
કર્યું અતિશે પ્રેમ આણી, અન્ન૦૦૦૦
લીંબુ શરબત૯૯૦ કોકમ શરબત૯૯૧, અન્ન૦૦૦૦
ટાઢું વરિયાળીનું શરબત૯૯૨, અન્ન૦૧૯૬
પીઓ જલઝીરા શરબત૯૯૩, અન્ન૦૦૦૦
શેરડી૯૯૪ રસ બીલાં શરબત૯૯૫, અન્ન૦૦૦૦
તકમરિયાં શરબત૯૯૬ નાથ, અન્ન૦૦૦૦
હેતે પીજો કહું જોડી હાથ, અન્ન૦૧૯૭
લાવ્યા આઇસક્રીમ અનેક પ્રકાર, અન્ન૦૦૦૦
તમે જમોને ભક્તિકુમાર, અન્ન૦૦૦૦
કેસર-ઇલાયચી આઇસક્રીમ૯૯૭, અન્ન૦૦૦૦
બટરસ્કોચ૯૯૮ વેનીલા આઇસક્રીમ૯૯૯, અન્ન૦૧૯૮
કેસર-પિસ્તાનો આઇસક્રીમ૧૦૦૦, અન્ન૦૦૦૦
કાજુ-દ્રાક્ષનો આઇસક્રીમ૧૦૦૧, અન્ન૦૦૦૦
કાજુ-અંજીરનો આઇસક્રીમ૧૦૦૨, અન્ન૦૦૦૦
કાજુ કસાટાનો આઇસક્રીમ૧૦૦૩, અન્ન૦૧૯૯
જમો રાજભોગ આઇસક્રીમ૧૦૦૪, અન્ન૦૦૦૦
રૂડો ચોકો ચીપ્સ આઇસક્રીમ૧૦૦૫, અન્ન૦૦૦૦
જમો ફ્રૂટ એન્ડ નટ આઇસક્રીમ૧૦૦૬, અન્ન૦૦૦૦
છે બ્લેક કરંટ આઇસક્રીમ૧૦૦૭, અન્ન૦૨૦૦
સન્ડે ખટા-મીઠા મેંગો૧૦૦૮, અન્ન૦૦૦૦
ટૂટીફ્રૂટી૧૦૦૯ ને આઇસક્રીમ મેંગો૧૦૧૦, અન્ન૦૦૦૦
તવા૧૦૧૧ વરિયાળી આઇસક્રીમ૧૦૧૨, અન્ન૦૦૦૦
ગ્રીન કોકોનટ આઇસક્રીમ૧૦૧૩, અન્ન૦૨૦૧
પાનમસાલા આઇસક્રીમ૧૦૧૪, અન્ન૦૦૦૦
માવા મલાઈ આઇસક્રીમ૧૦૧૫, અન્ન૦૦૦૦
વળી જાંબુ આઇસક્રીમ૧૦૧૬ સારો, અન્ન૦૦૦૦
સ્ટ્રોબેરી આઇસક્રીમ૧૦૧૭ ન્યારો, અન્ન૦૨૦૨
સીતાફળ આઇસક્રીમ૧૦૧૮ અનુપ, અન્ન૦૦૦૦
ભાવે જમો હરિ રસરૂપ, અન્ન૦૦૦૦
અફઘાન મેવો આઇસક્રીમ૧૦૧૯, અન્ન૦૦૦૦
પાઇનેપલનો આઇસક્રીમ૧૦૨૦, અન્ન૦૨૦૩
યોગર્ટ પરફે૧૦૨૧ બહુ સારા, અન્ન૦૦૦૦
એ આદિક આઇસક્રીમ ન્યારા, અન્ન૦૦૦૦
તમે કોન જમો અળવીલા, અન્ન૦૦૦૦
ચોકો ક્રંચ૧૦૨૨ ચોકો વેનીલા૧૦૨૩, અન્ન૦૨૦૪
બદામ-પિસ્તા૧૦૨૪ ટુ ઇન વન૧૦૨૫, અન્ન૦૦૦૦
અતિ હેતે જમોને જીવન, અન્ન૦૦૦૦
જમો કનોલી કોન૧૦૨૬ પ્યારા, અન્ન૦૦૦૦
જમો ન્યુટેલા પોપ૧૦૨૭ ન્યારા, અન્ન૦૨૦૫
કેન્ડી૧૦૨૮ જમોને મારા પ્યાર, અન્ન૦૦૦૦
મેંગો ડોલી૧૦૨૯ ને ચોકોબાર૧૦૩૦, અન્ન૦૦૦૦
રાસબેરી૧૦૩૧ ડોલી ફ્રોસ્ટીક૧૦૩૨, અન્ન૦૦૦૦
નહિ નડે તજોને બીક, અન્ન૦૨૦૬
ચોકો ટ્રફલ૧૦૩૩ માવા મલાઈ૧૦૩૪, અન્ન૦૦૦૦
માટલા કુલ્ફી૧૦૩૫ પિસ્તા મલાઈ૧૦૩૬, અન્ન૦૦૦૦
જમો ઠંડી ફાલુદા કુલ્ફી૧૦૩૭, અન્ન૦૦૦૦
આઇસક્રીમ ગોલા૧૦૩૮ રાજભોગ કુલ્ફી૧૦૩૯, અન્ન૦૨૦૭
આઇસ ગોલા૧૦૪૦ ડ્રાયફ્રૂટ ગોલા૧૦૪૧, અન્ન૦૦૦૦
પેપ્સી૧૦૪૨ માવા મલાઈ ગોલા૧૦૪૩, અન્ન૦૦૦૦
સૂકોમેવો જમો મારા માવ, અન્ન૦૦૦૦
સંતો-ભક્તોનો છે ભાવ, અન્ન૦૨૦૮
કાજુ રોસ્ટેડ૧૦૪૪ કાજુ૧૦૪૫ બદામ૧૦૪૬, અન્ન૦૦૦૦
ખારા પિસ્તા૧૦૪૭ રોસ્ટેડ બદામ૧૦૪૮, અન્ન૦૦૦૦
મોળા પિસ્તા૧૦૪૯ અંજીર૧૦૫૦ આલુ૧૦૫૧, અન્ન૦૦૦૦
જમો ખારેક૧૦૫૨ ખજૂર૧૦૫૩ દયાળુ, અન્ન૦૨૦૯
જમો ટોપરા૧૦૫૪ કાળી દ્રાક્ષ૧૦૫૫, અન્ન૦૦૦૦
અખરોટ૧૦૫૬ ને નીલવા દ્રાક્ષ૧૦૫૭, અન્ન૦૦૦૦
સાકર૧૦૫૮ પતાસા૧૦૫૯ ને શીંગ૧૦૬૦ અન્ન૦૦૦૦
સાકરિયા૧૦૬૧ ને ખારીશીંગ૧૦૬૨, અન્ન૦૨૧૦
જમો રેવડી૧૦૬૩ ખારા વટાણા૧૦૬૪, અન્ન૦૦૦૦
ખારા ચણા૧૦૬૫ ને મોળા વટાણા૧૦૬૬, અન્ન૦૦૦૦
મોળા ચણા૧૦૬૭ મસાલા શીંગ૧૦૬૮, અન્ન૦૦૦૦
બાફેલી૧૦૬૯ ને ઓળા શીંગ૧૦૭૦, અન્ન૦૨૧૧
કાજુકળિયા૧૦૭૧ હારડા૧૦૭૨ સારા, અન્ન૦૦૦૦
એવું વિધવિધ જમોને પ્યારા, અન્ન૦૦૦૦
સાદી સોડા૧૦૭૩ મસાલા સોડા૧૦૭૪, અન્ન૦૦૦૦
લીંબુ સોડા૧૦૭૫ મોકટેલ સોડા૧૦૭૬, અન્ન૦૨૧૨
જીરા સોડા૧૦૭૭ ઓરેંજ સોડા૧૦૭૮, અન્ન૦૦૦૦
લીચી લેમન૧૦૭૯ ફુદીના સોડા૧૦૮૦, અન્ન૦૦૦૦
જીંજર સોડા૧૦૮૧ મોસંબી સોડા૧૦૮૨, અન્ન૦૦૦૦
પીઓ ઘાટા-મેંગો સોડા૧૦૮૩, અન્ન૦૨૧૩
ઘાટા-પાઇનેપલ સોડા૧૦૮૪, અન્ન૦૦૦૦
પીઓ એ આદિ બહુ સોડા, અન્ન૦૦૦૦
જમો મુખવાસ અનેક દયાળ, અન્ન૦૦૦૦
સોપારી૧૦૮૫ તથા ધાણાદાળ૧૦૮૬, અન્ન૦૨૧૪
ગુલકંદ કાથો ચૂનો સારા, અન્ન૦૦૦૦
સલ્લી ટૂટીફ્રૂટી પાન૧૦૮૭ પ્યારા, અન્ન૦૦૦૦
લીલી૧૦૮૮ સૂકી૧૦૮૯ છે વરિયાળી, અન્ન૦૦૦૦
આ બદામ મસાલાવાળી૧૦૯૦, અન્ન૦૨૧૫
લવિંગ૧૦૯૧ ખારેક૧૦૯૨ એલચી દાણા૧૦૯૩, અન્ન૦૦૦૦
મગજતરી૧૦૯૪ ને સુવાદાણા૧૦૯૫, અન્ન૦૦૦૦
કેરી ગોટલી છે બહુ સારી, અન્ન૦૦૦૦
જમો શેકેલી૧૦૯૬ તળેલી૧૦૯૭ પ્યારી, અન્ન૦૨૧૬
ઇજમેટ ફૂલ૧૦૯૮ ગળ્યાં આંબળાં૧૦૯૯, અન્ન૦૦૦૦
અળસી૧૧૦૦ ને ખારાં આંબળાં૧૧૦૧, અન્ન૦૦૦૦
કમળકાકડી૧૧૦૨ છે તલ૧૧૦૩ વાલા, અન્ન૦૦૦૦
જમો કાજુ મસાલાવાળા૧૧૦૪, અન્ન૦૨૧૭
જીરાગોળી૧૧૦૫ દ્રાક્ષાદિવટી૧૧૦૬, અન્ન૦૦૦૦
ડ્રાય ક્રેનબેરી૧૧૦૭ અદરકવટી૧૧૦૮, અન્ન૦૦૦૦
જમો હાજમાગોળી૧૧૦૯ મુજ હાથ, અન્ન૦૦૦૦
વળી મસાલા ગોટલી૧૧૧૦ નાથ, અન્ન૦૨૧૮
જમો અજમો૧૧૧૧ પાચનકારી, અન્ન૦૦૦૦
જમ્યા મુખવાસ અનેક પ્રકારી, અન્ન૦૦૦૦
સંતો-ભક્તો કરે દર્શન, સંતપ્રિય શ્રીહરિજી
આવ્યા પૂજા કરવા જન, સંતપ્રિય શ્રીહરિજી
બહુ ભાવે પૂજ્યા મહારાજ, સંત૦૦૦૦
પછી પૂજ્યો સંતસમાજ, સંત૦૨૨૦
સહુએ પ્રાર્થના કરી હે નાથ, સંત૦૦૦૦
પીરસો સંતોને તમારે હાથ, સંત૦૨૨૦
તમે સર્વોપરી ભગવંત, સંત૦૦૦૦
તમને અતિ વ્હાલા છે સંત, સંત૦૨૨૧
તેને આગ્રહ કરીને જમાડો, સંત૦૦૦૦
અતિ આનંદ સહુને પમાડો, સંત૦૨૨૧
રાજી કરીને સંતસમાજ, સંત૦૦૦૦
હવે આરામ કરો મહારાજ, સંત૦૨૨૨
રૂડો ઢોલિયો ઢાળ્યો સુરીતે, સંત૦૦૦૦
તેને મુજ દિલ જાણી પ્રીતે, સંત૦૨૨૨
એમાં પોઢોને મારા માવ, સંત૦૦૦૦
પ્રેમે ચાંપું તમારા પાવ, સંત૦૨૨૩
બ્રહ્મચારી ઢોળે પવન, સંત૦૦૦૦
પ્રેમે પોઢ્યા પ્રાણજીવન, સંત૦૨૨૩
ગાયો અન્નકૂટ ‘જ્ઞાનજીવન’, સંત૦૦૦૦
કોઈ ગાશે સુણશે જન, સંત૦૨૨૪
તેની ઉપર સંતસમાજ, સંત૦૦૦૦
બહુ રાજી થશે મહારાજ, સંત૦૨૨૪
તેને હરિમાં વધશે પ્રીત, સંત૦૦૦૦
વળી જગમાં થાશે જીત, સંત૦૨૨૫
તેની સર્વે વાસના ટળશે, સંત૦૦૦૦
વાસ અક્ષરધામમાં મળશે, સંત૦૨૨૫